ABOUT US

અગ્નિપરીક્ષા માં આપનું હાર્દિક સ્વાગત છે.

અગ્નિપરીક્ષા ગુજરાત સરકારની તૈયારી કરતાં ઉમેદવારો માટે બનાવવામાં આવેલું એક વિશ્વશનિય લર્નિંગ પ્લેટફોર્મ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતનાં દરેક મહેનતી ઉમેદવારો જે સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે સચોટ માર્ગદર્શન, યોગ્ય વ્યૂહરચના અને અભ્યાસ માટે મટિરિયલ સરળતાથી મળી રહે તે માટેનો આમારો પ્રયાસ છે

GPSC, GSSSB, તલાટી-કમ-મંત્રી, જુનીયર ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલે, ફોરેસ્ટ ગાર્ડ, TET-TAT, અને અન્ય ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પરિક્ષાઓની તૈયારીને ધ્યાનમાં રાખીને એકજ પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારે પરિક્ષાલક્ષી પ્રેક્ટિસની સુવિધા અગ્નિપરીક્ષા આપે છે.

OUR MISSION

તમારી મહેનતને યોગ્ય દિશા આપવાનો અમારો નાનો પ્રયત્ન.

દર વર્ષે લાખો ઉમેદવારો ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ આપે છે, જેમાંના મોટા ભાગના ઉમેદવારો ગામડાના અને મધ્યમ-વર્ગના પરિવારો માંથી હોય છે. જેમાંના મોટા ભાગના ઉમેદવારો કોચિંગ માટે જઇ શકતા નથી. ઘણા ઉમેદવારો પાસે યોગ્ય સંસાધનોનો પણ અભાવ જોવા મળે છે. જેથી દરેક ઉમેદવારને પોતાની ક્ષમતા સાબિત કરવાની સમાન તક મળી રહે તે અમારું મુખ્ય ધ્યેય રહેશે.

અગ્નિપરીક્ષા માત્ર પ્રશ્નો ઉકેલવાનું પ્લેટફોર્મ નથી. અમારો પ્રયાસ એક એવો ડિજિટલ અભ્યાસ અનુભવ આપવાનો છે, જ્યાં ઉમેદવાર પોતાની ભુલો ઓળખી શકે, નબળા વિષયો પર કામ કરી શકે, સતત પ્રેક્ટિસ કરી ને પોતાનું મૂલ્યાંકન કરી શકે અને પોતાની પરીક્ષા તૈયારીમાં સુધારો કરી શકે.

અગ્નિપરીક્ષા માં તમને શું મળશે ?

  • GCERT & NCERT આધારિત પ્રેક્ટિસ પ્રશ્નો
  • PYQ પ્રેક્ટિસ પ્રશ્નો
  • SUBJECT WISE પ્રેક્ટિસ પ્રશ્નો
  • TOPIC WISE પ્રેક્ટિસ પ્રશ્નો
  • MAP દ્વારા પ્રેક્ટિસ
  • પોતાની રીતે QUIZ બનાવી પ્રેક્ટિસ
  • MARKS & TIME નું સચોટ એનાલિસિસ